મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના જેતપર રોડ ઉપર બેલા(રં) ગામની સીમમાં મોરલ સીરામીક સામે ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના ચાર મોટા બાચકા સાથે રોડ ઉપર બેઠેલ એક ઇસમની પૂછતાછ કરી , તેની પાસે રહેલ બાચકાની તલાસી લેતા તેમાંથી ૧૩૬ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૭,૨૦૦/- મળી આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી મામદભાઈ ઉર્ફે ડાડો ફતેમામદ કટીયા ઉવ.૨૪ રહે. મોરબી-૨ કાંતિનગર મૂળ રહે.માળીયા(મી) વાળાની અટક કરી હતી, પકડાયેલ આરોપીની વધુ પૂછપરછમાં આ દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે આરોપી જુસબ હબીબ જામ રહે. મોરબી-૨ વેજીટેબલ રોડ વાળા એ આપ્યો હોવાનું જણાવતા, પોલીસે તેને ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.