મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન એક્ટીવા રજી.નં. જીજે-૩૬-એએન-૮૧૧૧ ઉપર નીકળેલ જગદીશભાઈ ગંગારામભાઈ બાભણીયા ઉવ.૪૨ રહે.વજેપર શેરી નં.૧૧ મોરબી વાળાને અટકાવી તપાસ કરતા તેની પાસેથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની નાની-મોટી કુલ ૧૪ બોટલ કિ.રૂ.૬,૪૩૦/-મળી આવી હતી. જેથી પોલીસે એકટીવા તથા વિદેશી દારૂ સહિત રૂ.૫૬,૪૩૦/-નો મુદ્દામાલ કબજે કરી આરોપી જગદીશભાઈ બાભણીયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






