Monday, September 30, 2024
HomeGujaratમોરબી-૨ સિરામીક સીટી એપાર્ટમેન્ટના ફલેટમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ ૧૫ બોટલ સાથે એકની...

મોરબી-૨ સિરામીક સીટી એપાર્ટમેન્ટના ફલેટમાંથી વિદેશી દારૂની મોંઘીદાટ ૧૫ બોટલ સાથે એકની ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર પાછળ આવેલ સિરામીક સીટી એપાર્ટમેન્ટના ફલેટમાંથી મોંઘીદાટ સ્કોચ વ્હીસ્કીની ૧૫ બોટલ કિ.રૂ.૩૦,૦૦૦/-સાથે બગથળા ગામના એક શખ્સની અટક કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે મોરબી-૨ શક્તિ ચેમ્બર પાછળ આવેલ સિરામીક સીટી એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. આઈ-૬ માં દરોડો પાડી વેચાણ અર્થે રાખેલ વિદેશી દારૂની મોંઘીદાટ જોહની વોકર રેડ લેબલ સ્કોચ વ્હીસ્કીની ૧૫ બોટલ મળી આવી હતી. આ સાથે આરોપી ઉમેશભાઇ રામજીભાઇ મેરજા ઉવ.૩૧ રહે. બગથળા તા.જી.મોરબીને ઝડપી લેવાયો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબજે લઈ પકડાયેલ આરોપી સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!