હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, આરોપી રફીક જામ હળવદ જીઆઇડીસી વિસ્તારમાં પોતાના રહેણાંક પાછળ આવેલ જગ્યામાં દેશી દારૂનું વેચાણ અને સંગ્રહ કરે છે, જેથી તુરંત પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાંથી ૫ લિટરના ૩૦ બાચકામાં રાગેલ ૧૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૩૦,૦૦૦/-મળી આવ્યો હતો, જેથી તુરંત આરોપી રફીકભાઈ કાદરભાઈ જામ ઉવ.૩૪ રહે. હળવદ જીઆઇડીસી જીનની દીવાલ પાછળ મફતીયાપરા વાળાની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગીનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.









