માળીયા(મી)ના વિદરકા ગામના પાટીયા પાસે રોડ ઉપરથી સ્કોર્પિયો કારમાંથી ૧૫૦ લીટર દેશી દારૂ સાથે એક પકડાયો જ્યારે કાર ચાલક સહિતના ચાર ઈસમો નાસી છૂટ્યા હતા, હાલ માળીયા(મી) પોલીસે સ્કોર્પિયો સહિત ૧૦.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી, નાસી છુટેલ આરોપીઓને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી મુજબ, ગઈકાલે માળીયા(મી) ના વીર વિદરકા ગામના પાટીયા પાસે સ્થાનિક લોકોએ દેશી દારૂની હેરાફેરી કરતી એક સ્કોર્પિયો કાર સહિત એક વ્યક્તિને ઝડપી લીધેલ હોવાનો કોલ મળતાની સાથે માળીયા(મી) પોલીસ ટીમ ઉપરોજત ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાંથી પોલીસે સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૩૬-એઆર-૦૦૧૫ માંથી ૧૫૦ લીટર દેશી દારૂ સહિત ડ્રાઇવિંગ સિતની બાજુમાં બેઠેલ આરોપી રાજેશભાઇ હરજીભાઈ ચાવડા ઉવ.૧૯ રહે. ટીંબડી ગામના પાટીયા પાસે શ્રીહરિ સોસાયટી મૂળગામ હરીપર તા.માળીયા(મી) વાળાની અટક કરી હતી, જ્યારે સ્કોર્પિયો કાર ચાલક ઈરફાન સહિત ચાર ઈસમો જનતા રેઇડ દરમિયાન નાસી ભાગી ગયા હતા, જેથી પોલીસે તે તમામ આરોપીઓને ફરાર દર્શાવ્યા હતા. હાલ પોલીસે પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોબધી આગળની કાર્યવાહી કરી હતી.









