વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીને આધારે વડીયા વિસ્તારમાં ખરાબામાં રેઇડ કરતા જ્યાં બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ૧૬૦૦લીટર ઠંડો આથો તથા ૭૦ લીટર દેશી દારૂ સહિતના જથ્થા સાથે એક આરોપીને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય આરોપી દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને આ કેસના વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસે વધુ એક દેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી લીધી હતી, જેમાં તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી કે વિરપર ગામની સીમમાં અરમાનો સીરામીક પાછળ વડીયા વિસ્તારમાં ખરાબાની જમીનમાં આરોપી કિશનભાઈ ધમેચા દેશી દારૂ બનાવવાનો આથો રાખી દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે, જે મુજબની મળેલ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાંથી ૧૬૦૦ લીટર ઠંડો આથો તથા ૭૦ લીટર દેશી દારૂનો જથ્થો કિ.રૂ.૫૨,૦૦૦/- સાથે આરોપી લાભુભાઈ અમરશીભાઈ જોલાપરા ઉવ.૫૯ રહે. વાંકાનેર નવાપરા મૂળરહે. જાંબુડીયા તા.મોરબી વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી, જ્યારે આરોપી કિશનભાઈ ભરતભાઇ ધમેચા રહે.પંચાસર તા. વાંકાનેર વાળો દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.