મોરબી-૨ શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરાના રહેણાંક મકાનમાં બી ડિવિઝન પોલીસે રેઇડ કરી મકાન માલીક શખ્સને જીવલેણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૧૭ ફિરકા સાથે ઝડપી લેવામાં આવ્યો છે, હાલ પોલીસે આરોપીની અટક કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને પતંગ-દોરી સ્ટોલ ધારકોને ત્યાં ચેકીંગ કામગીરી કરવા મોરબી શહેર બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને ખાનગીરાહે બાતમી મળેલ કે શોભેશ્વર રોડ ઉપર મફતિયાપરાના રહેણાંકમાં દિનેશ ડાભી નામનો શખ્સ મનુષ્ય અને પશુ-પક્ષી તથા પર્યાવરણને નુકસાનકારક તેમજ પ્રાણઘાતક પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકાનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમી મળતા તુરંત પોલીસ તેણે ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન મકાનમાંથી પ્રતિબંધિત દોરીના ૧૭ નંગ ફિરકા કિ.રૂ.૧૧,૦૫૦/-નો મુદ્દામાલ મળી આવતા તુરંત આરોપી દિનેશભાઇ તુલસીભાઈ ડાભી ઉવ.૩૮ રહે. શોભેશ્વર રોડ મફતીયુંપરુ પાણીના ટાંકા પાસેની અટક કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.