મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શકત શનાળા ગામે મંદિર પાછળથી શંકાસ્પદ સ્વીફ્ટ કાર રજી.નં. જીજે-૩૬-એસી-૧૫૭૭ આવતા તેને રોકી, કારની તલાસી લેતા તેમાંથી બર્ડ વાઇઝર મેગનમ બિયરના ૧૭ ટીન કિ.રૂ.૨૦૪૦/- મળી આવ્યા હતા. આ સાથે પોલીસે આરોપી વિશ્વરજસિંહ અનુભા જાડેજા ઉવ.૨૧ રહે શકત શનાળા પ્લોટ વિસ્તાર મોરબી વાળાની અટકાયત કરી, સ્વીફ્ટ કાર સહિત રૂ.૩,૦૨,૦૪૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









