મોરબીના પરષોત્તમ ચોક નજીકથી એક ઇસમને વિદેશી દારૂના ૨૦ ચપલા સાથે પકડી લેવામાં આવ્યો છે, જેમાં અત્રેની સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન થેલામાં વિદેશી દારૂ ૮ પીએમ વ્હિસ્કીના ૧૮૦મીલી. ક્ષમતાની ૨૦ બોટલ કિ.રૂ. ૨ હજાર સાથે આરોપી વિશાલભાઈ રાજેશભાઇ બાનાણી ઉવ.૩૦ રહે.પરષોત્તમ ચોક મહેશ્વરી મીલની બાજુવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે વિદેશી દારૂ પંચાસર રોડ ભારતનગર-૧ માં રહેતા આરોપી ઝુંબેરભાઈ ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક પાસેથી વેચાણથી મેળવ્યો હોવાનું પકડાયેલ આરોપી દ્વારા જણાવતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.