વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા નજીક ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગની કામગીરીમાં હોય ત્યારે ત્યાંથી શંકાસ્પદ હાલતમાં એક ઈસમ થેલો લઈને ત્યાંથી પસાર થતા તેને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા થેલામાંથી કિંગફિશર સુપર સ્ટ્રોંગની બિયરના ૨૦ ટીન મળી આવ્યા હતા. જેથી પોલીસે તુરંત આરોપી સંદીપભાઈ માનસંગભાઈ પલાળીયા ઉવ.૨૦ હાલરહે. સનરાઈઝ પાર્ક માલીયાસણ તા.જી.રાજકોટ મૂળ રહે.રેસમીયા ગામ તા.ચોટીલા જી.સુ.નગર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી પાસેથી ૨૦ નંગ બિયર ટીન કિ.રૂ.૩,૬૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.