વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે વાંઢા લીમડા ચોકમાં એક શખ્સ નશાની હાલતમાં લથડીયા ખાતો મળી આવ્યો હતો જેથી તેને રોકી તેની તલાસી લેતા તેના પાસેથી મિનરલ વોટર પાણીની બોટલમાં ૨૦૯મીલી ઈંગ્લીશ દારૂ કિ.રૂ.૧૫૦/- ભરેલ મળી આવેલ હતો, જેથી તુરંત આરોપી સચિનભાઈ રસિકભાઈ ગોહેલ ઉવ.૩૭ રહે. વાંકાનેર ભાટીયા સોસાયટીવાળાની અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ અલગ અલગ બે કેસ દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.