મોરબીના ઘુંટુ ગામે રામકો વિલેજ સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પાડી વિદેશી દારૂની ૩૦ બોટલ સાથે એક આરોપીની અટક કરી તાલુકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે ઘુંટુ ગામે આવેલ રામકો વિલેજના રહેણાંક મકાને દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૦ બોટલ કિ.રૂ.૧૪,૨૯૫/- સાથે આરોપી દેવશીભાઇ જેરામભાઇ ઉડેચા ઉવ-૨૮ રહે.મુળ સુલતાનપુર, તા. માળીયા મીયાણા હાલ રહે. ઘુટુ ગામ રામકો વિલેજ તા.જી. મોરબીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.