મોરબી શહેરના લાતી પ્લોટ વિસ્તારમાં શેરી નં. ૬ ના નાકે આવેલ ખુલ્લી ચા ની કેબિન નજીક સીટી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હિલચાલ કરતા એક શખ્સને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૩૦ બોટલ કિ.રૂ.૫,૪૦૦/-મળી આવી હતી જેથી તુરંત આરોપી પિયુષ ઉર્ફે ભુરો નવઘનભાઈ ખીંટ ઉવ.૧૮ રહે. ભગવતીપરા વાવડી રોડ મોરબી વાળાની અટક કરી હતી. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









