મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે તાલુકાના બાદનપર ગામની મોરીયા સીમમાં વોકળા પાસે વિમલના બે થેલા લઈને શંકાસ્પદ હાલતમાં નીકળેલ ઇસમને રોકી તેની તલાસી લેતા, વિમલના થેલામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ ૩૪ બોટલ મળી આવતા આરોપી વિમલભાઈ મુળજીભાઈ જાદવ ઉવ.૪૦ રહે. હાલ આશાપુરા પાર્ક વાવડી તા.મોરબી મૂળ રહે. બાદનપર તા.મોરબી વાળાની અટકાયત કરવામાં આવી છે, આ સાથે તાલુકા પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિ.રૂ.૨૩,૩૨૪/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી બિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.