મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આદગારે વજેપર વિસ્તારમાં મતવા ચોક વિસ્તારમાં આવેલ રસુલભાઈના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. ત્યારે પોલીસે સ્થળ ઉપથી વિદેશી દારૂ લંડન પ્રાઇડ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૩૫ નંગ બોટલ કિ.રૂ.૪,૯૭૦/-ઝડપી લીધી હતી. આ સાથે મજન માલીક આરોપી રસુલભાઈ હજીબગાઈ સામદાર ઉવ.૩૨ વાળાની અટક કરી હતી. પકડાયેલ આરોપીની સઘન પૂછતાછમાં આ વિદેશી દારૂનો જથ્થો આરોપી જાવેદભાઈ રહે. વીસીપરા વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા, પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









