મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લીલાપર રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે દરોડા દરમિયાન હાજર ઇસમની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી શહેરના લીલાપર રોડ ઉપર રામાપીર મંદિર પાસે રહેતા સંજયભાઈ દેગામા પોતાના રહેણાંકમાં દેશી દારૂ અને ઠંડા આથાનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે સીટી એ ડિવિઝર્સન પોલીસે ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી ૩૫૦ લીટર ઠંડો આથો તથા ૭૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૨૧,૦૦૦/-સાથે આરોપી સંજયભાઈ નાગજીભાઈ દેગામા ઉવ.૩૮ વાળાની અટકાયત કરી હતી. દરોડા દરમિયાન મળી આવેલ દેશી દારૂ, ઠંડા આથા સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.