મોરબી શહેરના ભક્તિનગર સર્કલ નજીક હોન્ડાના શો રૂમ પાછળથી એક શખ્સને વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર વિરપર ગામના એક શખ્સનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી બન્ને આરોપીઓ સામે સીટી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે જય ગણેશ હોન્ડા શો રૂમ પાછળના ભાગે ઍક્સેસ મોપેડ રજી.નં.જીજે-૩૬-એકે-૯૧૨૨ વાળું રોકી તેની તલાસી લેવામાં આવતા તેમાંથી વિદેશી દારૂ બેલેન્ટાઇન ફીનેસ્ટ સ્કોચ વ્હિસ્કીની ચાર બોટલ કિ.રૂ.૧,૨૦૦/-મળી આવતા તુરંત આરોપી જગદીશભાઈ સામતભાઈ સાવધાર ઉવ.૩૨ રહે.લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટીવાળાની અટક કરવામાં આવી હતી, ત્યારે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વિરપર ગામવાળા રામશીભાઈ રવજીભાઈ રબારી પાસેથી વેચાણ કરવાના ઇરાદે લઈ આવ્યા હોવાની કબૂલાત આપતા તે આરોપીને વોન્ટેડ જાહેર કરીને ઍક્સેસ મોપેડ સહિત ૫૧,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે લેઇ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.