આલાપ રોડ ઉપર વિદેશી દારૂ સાથે પકડાયેલ વેપારીને દારૂ આપનાર બુટલેગરની ધરપકડ
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આલાપ રોડ ઉપર વિદેશી દારૂના જથ્થા સાથે વેપારીને ઝડપી લેવામાં આવ્યો હતો જે કેસમાં લાતી પ્લોટ ૩-૪ વચ્ચે રહેતા બુટલેગર આરોપીનું નામ ખુલ્યું હતું, તે આરોપીએ રહેણાંક પાછળ વિદેશી દારૂ રાખ્યો હોવાની મળેલ બાતમીને આધારે પોલીસે રહેણાંક મકાનની પાછળ પડતર પ્લોટમાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી બુટલેગર આરોપીને વિદેશી દારૂની ૪૦ બોટલ સાથે પકડી લેવામાં આવ્યો હતો, આ સાથે અન્ય એક આરોપીનું નામ પણ ખુલવા પામ્યું હતું.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નં. ૩-૪ વચ્ચે આવેલ આરોપી શમશાદ ઉર્ફે સમીર કટીયાના રહેણાંક મકાન પાછળ આવેલ પડતર પ્લોટમાં રેઇડ કરતા ત્યાંથી વિદેશી દારૂની ૪૦ બોટલ કિ.રૂ.૨૨,૪૪૦/-નો મુદ્દામાલ ઝડપી લઈ સાથે આરોપી શમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા ઉવ.૨૭ રહે.લાતી પ્લોટ શેરી નં. ૩-૪ વચ્ચે વાળાની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે દરોડા દરમિયાન પકડાયેલ આરોપીની વધુ પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો વાવડી રોડ ક્રિષ્ના પાર્કમાં રહેતા રફીકભાઈ ઓસમાણભાઈ અજમેરી પાસેથી વેચાણથી મેળવેલ હોવાની કબૂલાત આપતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.