મોરબીના વીસીપરા રોહિદાસપરા મેઈન રોડ ઉપર ગુજરાત સોસાયટીના નાકા પાસેથી આરોપી વિજયભાઈ મગનભાઈ રાઠોડ ઉવ.૪૦ રહે.ગુજરાત સોસાયટી શેરી નં.૨ વાળાને બી ડિવિઝન પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૫ નંગ ફિરકા કિ.રૂ.૧,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૨૨૩ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









