મોરબી તાલુકા પોલીસ ટીમે મળેલ બાતમીને આધારે રંગપર ગામની સીમમાં રેઇડ કરી હતી જ્યાં લાઈવસિટી કારખાનાની પાછળ માટીના ઢગલાની બાજુમાં દેશી દારૂના ૫૫૦ લીટરના જથ્થા સાથે આરોપી જુસબભાઈ હબીબભાઈ જામ ઉવ.૩૮ રહે.મોરબી વેજીટેબલ રોડ મફતિયાપરાવાળાને પકડી લેવામાં આવ્યો છે. પોલીસે ૫૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧.૧૦ લાખ સાથે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછપરછમાં આ દેશી દારૂનો જથ્થો માળીયા(મી) રહેતો આરોપી આરીફભાઈ કટીયા પાસેથી વેચાણ કરવાના હેતુથી લઈ આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.