વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે નવાપરા પંચાસર રોડ પંચવટી સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની ૬૦ નંગ બોટલ કિ.રૂ.૬૬,૦૦૦/-ના મુદ્દામાલ સાથે મકાન-માલીક આરોપી જીગ્નેશભાઈ ધનશ્યામભાઈ મકવાણા ઉવ.૨૩ને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે આ ગોરખધંધામાં ભાગીદાર સહઆરોપી હરપાલસિંહ કિશોરસિંહ ઝાલા રહે-ભાટીયા સોસાયટી વાંકાનેર વાળો દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી, પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા એક મોબાઇલ સહિત કુલ રૂ.૭૧,૦૦૦/-નો મુદ્દામાલ પકડી લઈ બન્ને આરોપીઓ સામે સીટી પોલીસ નાથકમાં પ્રોહીબીશન હેઠળ કાર્યવાહી શરૂ કરી છે