Friday, December 27, 2024
HomeGujaratમાળીયામિયાણાના વિવેકાનંદનગર ખાતે ખેતરમાંથી 720 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોટા દહીસરાના...

માળીયામિયાણાના વિવેકાનંદનગર ખાતે ખેતરમાંથી 720 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોટા દહીસરાના બે શખ્સની સંડોવણી ખુલી

માળીયા મિયાણા પંથકના વિવેકાનંદનગર ખાતે ખેતરમાં વેચાણ અર્થે દારૂનો જથ્થો ઉતર્યો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ સ્ટાફ દોડી ગયો હતો. જ્યાં રેઇડ દરમિયાન જુદી જુદી બ્રાંડની 720 બોટલ દારુના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો હતો. જેની પૂછપરછમા અન્ય બે આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

બનાવની જાણવા મળતી વિગત અનુસાર વિવેકાનંદનગર નજીક કુંભાતરના માર્ગે ખેતરમાં વેચાણ અર્થે તથા હેરાફેરી માટે ઇંગ્લીશ દારૂ જથ્થો ઉતારેલ હોવાની પોલીસને જાણ થઈ હતી જેને લઈને પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી ગયો હતો. જ્યાં રેઇડ દરમિયાન મેકડોવલ્સ નં -૧ બ્રાન્ડની ૭૨૦ બોટલ કિ.રૂ .૨,૭૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે જયેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા (ઉ.વ -૪૮ રહે. વિવેકાનંદનગર મોટાદહીસરા તા – માળીયા જી – મોરબી) નો શખ્સ ઝડપાયો હતો.જેથી પોલીસે દારૂનો જથ્થો, સુઝુકી કંપનીનુ એક્સેસ સ્કુટર જેના એન્જીન નં- AF212270838 કિ રૂ . ૫૦,૦૦૦ સાહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ઉપરાંત પોલીસ ઝપટે ચડેલ શખ્સની વધુ તપાસ કરતા ગુન્હામા અન્ય આરોપી અજયસિંહ ભાવુભા જાડેજા (રહે – મોટા દહીસરા માળીયા મીયાણા) તથા હરદેવસિંહ ભાવુભા જાડેજા (રહે – મોટા દહીસરા તા – માળીયા મીયાણા)ની સંડોવણી ખુલતા પોલીસે બન્ને શખ્સો સુધી પહોંચવાની દિશામાં તપાસ આગળ ધપાવી છે.

આ કામગીરીમાં મોરબી એસપી સુબોધ ઓડેદરા અને ડીવાયએસપી અતુલકુમાર બંસલ તથા એમ.આર. ગોઢાણીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.એચ.ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા તેમજ કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા, ભગીરથસિંહ ઝાલા તથા યુવરાજસિંહ જાડેજા સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!