મોરબી તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે બેલા(રં) ગામે તળાવની પાળ ઉપર બાવળની કાંટમાં વિદેશી દારૂની નાની-મોટી ૭૮ નંગ બોટલ કિ.રૂ.૨૬,૬૩૦/- સાથે આરોપી વસીમભાઈ ઓસમાણભાઈ નારેજા ઉવ.૨૯ રહે.બેલા રંગપર વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









