મોરબી તાલુકાના મકનસર ગામે પ્રેમજીનગર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ ઇટ્ટોના ભઠ્ઠા નજીક તાલુકા પોલીસ દ્વારા રેઇડ કરી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૭૮ બોટલ સાથે એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો છે, સમગ્ર રેઇડની પ્રાપ્ત વિગતો મુજબ, તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે મકનસર ગામમાં પ્રેમજીનગર નેશનલ હાઇવે ઉપર સંજય ઉર્ફે ધુડોના ઇટ્ટોના ભઠ્ઠા પાસે સંજય વિદેશી દારૂની હેરાફેરી કરતો હોય, જે મુજબની મળેલ બાતમીને આધારે તુરંત તાલુકા પોલીસે ઉપરોકત સ્થળે રેઇડ કરતા, આરોપી સંજયભાઈ ઉર્ફે ધુડો વિરજીભાઈ રાતૈયા ઉવ.૨૮ રહે.મકનસર ગામે પ્રેમજીનગર ઇટ્ટોના ભઠ્ઠા પાસે વાળાને ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૮ નંગ બોટલ કિ.રૂ.૪૭,૫૨૪/- સાથે પકડી લેવામાં આવ્યો છે, આ સાતબે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.