મોરબીમાં મકરસંક્રાંતિ પૂર્વે જીલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસંધાને મોરબી શહેર પોલીસ કાર્યરત હોય તે દરમિયાન નાની બજાર વિસ્તારમાં આવેલ રહેણાંકમાં રેઇડ કરી ૯૪ પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી જપ્ત કરી અને એક વ્યક્તિની અટકાયત કરી છે. આ સાથે આરોપી સામે જાહેરનામા ભંગ અને જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મોરબી: ઉતરાયણ તહેવારને ધ્યાનમાં રાખી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ લેન્ટર્ન તથા જીવલેણ ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામા અનુસંધાને સીટી એ ડિવિઝન પોલીસ કાર્યરત હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે નાની બજાર ચોક વિસ્તારમાં સમીર બ્લોચના રહેણાંક મકાનમાં રેઇડ કરી હતી. તપાસ દરમિયાન ત્યાંથી ૯૪ પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી કિ.રૂ.૩૭,૦૦૦/- મળી આવી હતી. કિંમત અંદાજે રૂ. 37,000, જપ્ત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી સમીરભાઈ વજીભાઈ બ્લોચ ઉવ.૨૮ ને ઝડપી લીધો છે. તેની સામે એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.









