ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મિતાણા ગામ નજીક વાલાસણ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં ચાલીને આવતા આરોપી યુસુફભાઈ તમાચીભાઈ ઠેબા ઉવ.૪૩ રહે. મિતાણા ગામ તા.ટંકારા વાળાને રોકી તેની અંગઝડતી લેતા પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ ઈંપેરિયલ બ્લુ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૫૬૨/-મળી આવી હતી. આથી તુરંત આરોપીની અટક કરી તેની વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









