વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના માટેલ ગામે અરમાનો સીરામીક ફેક્ટરીની બાજુમાં ખરાબામાં દરોડો કરતા જ્યાં આરોપી બળદેવભાઈ કેશરભાઈ ધેણોજા ઉવ.૪૨ રહે.માટેલ ગામ તા.વાંકાનેર વાળો દેશી દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપાઇ ગયો હતો. આ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ગરમ આથો ૫૦ લીટર, તૈયાર દેશી દારૂ ૪ લીટર તથા ભઠ્ઠીની સાધન સામગ્રી સહિત રૂ.૨,૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









