માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે નવી નવલખી ગામની સીમમાંથી આરોપી સુભાનભાઈ આદમભાઈ મોવર રહે. નવી નવલખી તા.માળીયા(મી) વાળાને દેશી હાથ બનાવટની જામગરી બંદૂક કિ.રૂ.૨,૦૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









