મોરબીના ભડિયાદ ગામની સીમમાં નદીના કાંઠે વોકળા પાસે બાવળની કાંટમાં જામગરી બંદૂક સાથે એક શખ્સ હોવાની પૂર્વ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા જ્યાંથી આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ વનેશીયા ઉવ.૩૫ રહે. ભડિયાદ કાંટે મૂળ રહે. જુના નાગડાવાસ તા.જી.મોરબી વાળો જામગરી બંદૂક કિ.રૂ.૧,૫૦૦/-સાથે મળી આવતા, તેની પાસેથી ઉપરોક્ત હથિયાર જપ્ત કરી પોલીએ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









