માળીયા(મી) પોલીસ મથક વિસ્તારના કાદુરી વિસ્તારમાં વેણાસર ગામની સીમમા એક ઇસમને હાથ બનાવટી જામગરી (હથીયાર) સાથે માળીયા(મી) પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા(મી) પોલીસ મથકના કોન્સ રાયમલભાઇ શિયાર તથા કોન્સ મોસીનભાઇ સીદીને સંયુકતમાં ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, માળીયા(મી)ના કાદુરી વિસ્તારમાં વેણાસર ગામની સીમામા પરબતભાઇ પ્રભુભાઇ દેગામા પાસે ગેરકાયદેસર હથિયાર છે અને તેઓના ઝુપડા પર ખડની આડમા સંતાડેલ હોય જે મુજબની મળેલ હકીકત આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી પરબતભાઇ પ્રભુભાઇ દેગામા ઉવ.૪૫ રહે.કાદુરી વિસ્તાર વેણાસર ગામની સીમ તા. માળીયા(મી)વાળા પાસેથી એક હાથ બનાવટની જામગરી હથીયાર નંગ-૧ કિ.રૂ.૨૦૦૦/- મળી આવતા આરોપીની અટક કરી તેની વિરુદ્ધ હથિયાધારા હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.