વાંકાનેર તાલુકા પોલીસે ઠીકરીયાળા ગામે દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી લીધો હતો, જેમાં આરોપી કાળુભાઇ દિલુભાઇ ખાચર ઉવ.૩૭ રહે.ઠીકરયાળી ગામ તા.વાંકાનેર વાળાએ પાસ પરમીટ કે આધાર વગર ઠીકરીયાળા ગામના નાળા પાસે બાવળની ઝાડીમાં છુપાવેલ ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો કુલ નંગ-૧૫ કિ.રૂ.૩૭૦૦/- તથા બીયર ટીન નંગ-૦૨ કી.રૂ.૪૪૦/- મળી કુલ કિ.રૂ.૪૧૪૦/- ના મુદામાલ સાથે મળી આવ્યો હતો, હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.