હળવદ પોલીસે દેશી દારૂ, ગરમ આથો તથા દારૂ બનાવવાની સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે લીધો.
હળવદ પોલીસ ટીમ પ્રોહીબીશન ડ્રાઈવ અન્વયે પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે, ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ ત્રણ માળીયા પાસે છાપરામાં આરોપી મુનાભાઈ જખાણીયા દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે, જેથી મળેલ બાતમીને આધારે તુરંત ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા, જ્યાં માટીના બે ચૂલા બનાવી તેમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી, જેથી પોલીસે આરોપી મુનાભાઈ સોમાભાઇ જખાણીયા ઉવ.૨૭ રહે.ભવાનીનગર ત્રણ માળીયા પાસે વાળાની અટક કરી હતી, જ્યારે પોલીસે સ્થળ ઉપરથી દેશી પીવાનો દારૂ ૫ લીટર કિ.રૂ.૧,૦૦૦/-તથા ગરમ આથો ૩૦ લીટર કિ.રૂ.૭૫૦/- તથા દેશી દારૂ બનાવવાની સાધન સામગ્રી સહિત કુલ રૂ.૧,૭૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.