મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન અયોધ્યાપુરી મેઈન રોડ ઉપર મચ્છો માતાજીના મંદિર સામે શંકાસ્પદ હાલતમાં નીકળેલ શખ્સની અંગ ઝડતી લેતા, પેન્ટના નેફામાં છુપાવી રાખેલ કિંગ ફિશર બિયરનું એક ટીન કિ.રૂ.૧૫૦/-મળી આવતા આરોપી મુસ્તાક ઉર્ફે મુસો જુસબભાઈ કટીયા ઉવ.૨૮ રહે. અયોધ્યાપુરી મેઈન રોડ મદીના પેલેસ સામે મોરબી વાળાની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









