વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે માટેલ ગામે શીતળાધારે રહેતા દિલીપભાઈ ચૌહાણના રહેણાંક મજનમાં રેઇડ કરી હતી, ત્યારે રેઇડ દરમિયાન મકાનના ફળિયામાં દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી મળી આવી હતી, આ સાતગે પોલીસે દેશી દારૂ બનનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૪૦૦ લીટર કિ.રૂ.૮,૦૦૦/- તથા ભઠ્ઠીની સાધન સામગ્રી કિ.રૂ.૨૦૦/-સહિત કુલ રૂ.૮,૨૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણ ઉવ.૩૫ વાળાની સ્થળ ઉપરથી અટક કરી, આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.