મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના શનાળા રોડ ઉપર સરદાર બાગ સામે સત્યમ પાનવાળી શેરીમાં થેલા સાથે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સને રોકી થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૮ બોટલ કિ.રૂ.૪,૩૯૨/-મળી આવતા તુરંત આરોપી મુકેશભાઈ જેરામભાઈ પરમાર ઉવ.૪૧ રહે. પરષોત્તમ ચોક મોરબી વાળાની અટકાયત કરી છે, જ્યારે વિદેશી દારૂ વિશે સઘન પૂછતાછમાં પકડાયેલ આરોપી દ્વારા કબુલાત આપી કે આ વિદેશી દારૂ આરોપી મિલનભાઈ ભરતભાઇ કણજારીયા રહે. મોરબી વાળા પાસેથી વેચાણ કરવાના ઇરાદે લાવેલ, હાલ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.