મોરબીના અયોધ્યાપુરી રોડ ઉપર મદીના પેલેસની સામે આવેલ શેરીમાંથી આરોપી નિજામભાઈ જુસબભાઈ કટીયા ઉવ ૨૬ રહે.અયોધ્યાપુરી રોડ વાળાને ઈંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની ૧૨ નંગ બોટલ કિ.રૂ.૫,૬૮૮/-સાથે દબોચી લેવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીને ઈંગ્લીશ દારૂ અંગેની સઘન પૂછતાછ કરતા, ઈંગ્લીશ દારૂનો જથ્થો ધ્રાંગધ્રા ગામે સાંઢિયાવાળી શેરીમાં રહેતા વસીમ ઉર્ફે કાબરો અલીભાઈ મોવર પાસેથી લાવ્યા અંગેની માહિતી આપતા તેને ફરાર દર્શાવી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.