હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ચરાડવા ગામથી દેવળીયા ગામ જવાના રસ્તે પ્લાસ્ટિકનું બાચકું લઈને આવતા ઇસમને રોકી તેનો પાસે રહેલ બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રિટઝ રિઝર્વ સુપિરિયર વ્હિસ્કીની ૧૮૦મીલી. ૭૦ બોટલ કિ.રૂ.૧૧,૯૦૦/-તથા કિંગફિશર બિયરના ૬ ટીન કિ.રૂ.૧,૩૨૦/- સહિત કિ.રૂ. ૧૩,૨૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપી નરોતમભાઈ ઉર્ફે ભકાભાઈ દલાભાઈ પરમાર ઉવ.૩૫ રહે.રામદેવપુર(ગાળા-૨) તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની અટક કરી તેની વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.