પોલીસે વિદેશી દારૂની ૫ બોટલ તથા એક આઈફોન મોબાઇલ સહિત રૂ.૨૮,૬૯૫/-નો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આધારે શકત શનાળા નવા પ્લોટ વિસ્તારમાં આવેલ રહેણાંક માંથી વિદેશી દારૂની ૫ બોટલ સાથે એકને ઝડપી લીધેલ છે, આ સાથે દારૂ આપી જનાર આરોપી શખ્સ દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને વોન્ટેડ દર્શાવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર સીટી એ ડિવિઝન પોલીસ ટીમને બાતમી મળેલ કે શકત શનાળા ગામે નવા પ્લોટમાં રહેતો વિકી આહીર નામનો શખ્સ વેચાણ માટે વિદેશી દારૂનો જથ્થો મંગાવી તે જથ્થો તેની જ શેરીમાં રહેતા ધર્મેશ મુંજારીયાના રહેણાંક મકાનમાં રાખી તેનું વેચાણ કરે છે, જે મુજબની બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત ધર્મેશના રહેણાંક મકાનમાં રેઇડ કરતા પોલીસે ઘરના રૂમમાં સેટીના ખાનમાંથી વિદેશી દારૂની ૫ બોટલ ઝડપી લીધી હતી, આ સાથે આરોપી ધર્મેશભાઈ અનિલભાઈ મુંજારીયા ઉવ.૩૨ રહે.શકત શનાળા ગામ વજુભાઇ મિસ્ત્રીની દુકાન સામે નવા પ્લોટ વિસ્તાર વાળાની વિદેશી દારૂ તથા મોબાઇલ ફોન સહિત રૂ.૨૮,૬૯૫/- મુદ્દામાલ જપ્ત કર્યો છે, બીજીબાજુ વિદેશી દારૂના ગોરખધંધાનો મુખ્ય આરોપી વિકી આહીર દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા તેને ફરાર દર્શાવવામાં આવી બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.