Wednesday, March 25, 2026
HomeGujaratમોરબી રેલ્વે સ્ટેશન નજીક એક્ટીવામાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, બેના નામ...

મોરબી રેલ્વે સ્ટેશન નજીક એક્ટીવામાંથી વિદેશી દારૂ સાથે એક ઝડપાયો, બેના નામ ખુલ્યા

મોરબીના રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમને એક્ટીવામાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન અન્ય બે શખ્સોના નામ સામે આવ્યા છે, ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે એકટીવા તથા દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન રેલ્વે સ્ટેશન રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક એક્ટીવા રજી.નં.જીજે-૩૬-એન-૦૮૦૪ને રોકી તપાસ કરતાં તેની ડેકીમાં વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૮૬/-મળી આવી હતી.

જેથી તુરંત એકટીવા ચાલક આરોપી સંજયભાઈ ચંદુલાલ લાંઘણોજા ઉવ.૨૭ રહે. રણછોડનગર મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન આ દારૂ પોતાના ભાઈ દેવાંગભાઈ લાંઘણોજા અને રાજેશભાઈ ઉર્ફે લાલાના કહેવાથી અન્ય અજાણ્યા શખ્સ પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી. હાલ આ બનાવ અંગે પોલીસે એકટીવા તથા દારૂ સહિત રૂ.૩૦,૬૮૬/-નો મુદ્દામાલ કબ્જે લઈને આગળની તપાસ ચલાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!