મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મહેન્દ્રનગર નજીક શીતળામાં વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં નીકળેલ એક શખ્સને રોકી તેની અંગઝડતી લેતા, તેના પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ સુપર જ્યુબિલી ત્રિપલ એક્સ રમની ૧૮૦મીલી.ની એક બોટલ કિ.રૂ.૮૦/- મળી આવતા તુરંત આરોપી વિજયભાઈ બાબુભાઇ ઝાલા ઉવ.૩૫ રાગે. મોરબી-૨ મહેન્દ્રનગર પીપરવાડી વિસ્તાર વાળાની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









