મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય ત્યારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલની પાછળ રોડની સાઈડમાં થેલી લઈને ઉભેલ એક ઇસમને રોકી તેની પાસે રહેલી થેલી ચેક કરતા તેમાં ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ ઓલ સિઝન ગોલ્ડન કલેક્શનની ચાર નંગ બોટલ કિ.રૂ.૫,૬૦૦/-મળી આવી હતી, આ સાથે પોલીસે તુરંત આરોપી મનોજભાઈ ધનજીભાઈ સોલંકી (ઉવ.૨૪ રહે. ઇન્દિરાનગર શિવમ હોસ્પિટલ પાછળ મોરબી-૨) વાળાની અટકાયત કરી, આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે