મોરબી શહેર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લાતી પ્લોટ શેરી નં.૨ ખાતે શંકાસ્પદ હાલતમાં ઉભેલા એક ઇસમને રોકી તેની અંગ ઝડતી લેતા, પેન્ટના નેફામાંથી ઈંગ્લીશ દારૂ ડિસ્કાઉન્ટ પ્રીમિયમ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૪ બોટલ કિ.રૂ.૪૮૦/-મળી આવી જેથી તુરંત આરોપી સમશાદ ઉર્ફે સમીર જુસબભાઈ કટીયા ઉવ.૨૬ રહે. મોરબી લાતી પ્લોટ શેરી નં.૨-૩ વચ્ચે વાળાની સ્થળ ઉપરથી અટકાયત કરવામાં આવી હતી. હાલ એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









