હળવદ પોલીસ ટીમે ટાઉન વિસ્તારમાં ખારીવાડીમાં આવેલ રહેણાંક મકાનમાં મકાન માલીક શખ્સ વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી, ત્યારે પોલીસને મકાનના ફળીયામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪ નંગ બોટલ કિ.રૂ.૨,૩૭૨/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી રાણાભાઈ ઉર્ફે તુષાર ખોડાભાઈ મુંધવા ઉવ.૨૦ ની અટક કરી હતી. હળવદ પોલીસે વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઈ પકડાયેલ આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.