મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લક્ષ્મીનગર ગામના બસ સ્ટેન્ડ પાસે એક ઈસમ પ્લાસ્ટિકના બાચકામાં શંકાસ્પદ હાલતમાં જતો હોય જેથી તેને રોકી તેમાં તલાસી લેતા પ્લાસ્ટિકના બાચકામાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિક/સિન્થેટિક દોરીના ચાર ફિરકા મળી આવ્યા હતા, જેથી તુરંત આરોપી અર્જુનભાઇ પોપટભાઇ કુઢીયા ઉવ.૧૯ રહે-ભીમસર ત્રણ માળીયા કર્વાટર બોડીંગ નંબર ૦૪ લીલાપર રોડ મોરબીવાળાની અટક કરવામાં આવી હતી. તાલુકા પોલીસે આરોપી પાસેથી જીવલેણ પ્રતિબંધિત દોરીના ૪ ફિરકા કિ.રૂ.૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.