મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ ખાતે રેઇડ કરી, આરોપી મયુરભાઈ હરજીવનભાઈ પાચોટીયા ઉવ.૩૦ રહે.રવાપર રોડ બજરંગ પેલેસ ૬૦૨ મોરબી મૂળ રહે. ટંકારા ઘેટીયા વાસ વાળાને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યો હતો, આ સાથે પોલીસે આરોપી મયુરભાઈ પાસેથી બ્લેન્ડર્સ પ્રાઇડ વ્હિસ્કીની બોટલ જેમાં ૨૦૦મીલી. જેટલું કેફી પ્રવાહી કિ.રૂ.૨૦૦/- મળી આવ્યું હતું. પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ વિદેશી દારૂની બોટલ શકત શનાળા વાળા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા પાસેથી મેળવી હોવાની કબૂલાત આપતા, પોલીસે આરોપી દિગ્વિજયસિંહને ફરાર દર્શાવી બંને વિરુદ્ધ પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









