મોરબી એસઓજી ટીમે સ્થળ ઉપરથી ૩ કિલોથી વધુના વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો જપ્ત કર્યો.
માળીયા(મી) તાલુકાના સરવડ ગામે આરોપીના કબ્જા ભોગવટાવાળા રહેણાંક મકાનના ફળીયામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના વાવેતર કરેલ નાના-મોટા લીલા છોડ નંગ-૧૩ જેનુ વજન ૦૩ કિલો ૩૫૦ ગ્રામ સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ઝડપી લઈ આરોપી વિરુદ્ધ એનડી પીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબી પોલીસ અધિક્ષક મુકેશ પટેલે નાર્કોટીક્સ માદક પદાર્થ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ સુચના કરેલ હોય જે અન્વયે મોરબી એસઓજી પીઆઇ એન.આર.મકવાણાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ટીમ ચાર્ટર મુજબની કામગીરી કરવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન એ.એસ.આઇ. ફારૂકભાઇ પટેલ તથા મદારસિંહ મોરીને સંયુક્ત રીતે ખાનગી બાતમી હકીકત મળેલ કે, પ્રવિણભાઇ મગનભાઇ વિરમગામા રહે. સરવડ, તા.માળીયા(મી) વાળાએ પોતાના રહેણાંક મકાનના ફળીયામાં ગેરકાયદેસર ગાંજાના છોડનુ વાવેતર કરેલ છે તે મુજબની મળેલ બાતમી આધારે આરોપીના રહેણાંક મકાનમાં રેઇડ કરતા આરોપી પ્રવિણભાઇ મગનભાઇ વિરમગામા ઉવ.૪૯ રહે. સરવડ તા.માળીયા(મી) વાળો વાવેતર કરેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ-૧૩ જેનુ વજન ૦૩ કિલો ૩૫૦ ગ્રામ કિ.રૂ.૩૩,૫૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એકટ મુજબની કાર્યવાહી કરી આરોપીની ધોરણસર અટક કરી માળીયા(મી) પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.









