મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતેથી ઈસમ માદક પદાર્થ અફીણના રસનો જથ્થો (ઓપીયમ આલ્કોલાઇડ)જેનુ વજન ૧૪૫ ગ્રામ સાથે મળી આવતા તેની અટકાયત કરી આ જથ્થો રાજસ્થાનના ઇસમ પાસેથી મંગાવ્યાનું કબૂલાત આપતા બંને વિરૂદ્ધ ગુન્હો દાખલ કરાયો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી-માળીયા નેશનલ હાઇવે રોડ, ભીમસર ચોકડીના ઓવરબ્રીજ નીચેથી અમદાવાદ તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ રામદેવ હોટલ ખાતેથી આરોપી વેહનારામ દલારામ ચૌધરી ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર માદક પદાર્થ અફીણના રસનો જથ્થો (ઓપીયમ આલ્કોલાઇડ)જેનુ વજન ૧૪૫ ગ્રામ જેની કિંમત રૂ.૧૪,૫૦૦/- તથા માદક પદાર્થ ભરેલ ખાલી પ્લાસ્ટીકની પારદર્શક ૪ ગ્રામની કોથળી, ૧ મોબાઇલ ફોન રૂ.૨૦૦૦/-, રેકજીનનો થેલો રૂ.૧૦૦/- મળી કુલ રુપિયા ૧૬,૬૦૦/- નો મુદ્દામાલ સાથે મળી આવતા તેણે આ માદક પદાર્થ અફીણના રસનો જથ્થો (ઓપીયમ આલ્કોલાઇડ)આરોપી રાજસ્થાનના ગોપાજી ગાંધી પ્રજાપતિ પાસેથી લીધેલ અને આ જથ્થો પોતે નશો કરવા તેમજ છુટક વેચાણ કરવા સારૂ પોતાના કબ્જા વાળી રામદેવ હોટલમાં રાખેલ હોય જે બાતમી આધારે રેઇડ કરતા આરોપી વેહનારામ ચૌધરી રેઇડ દરમિયાન હાજર મળી આવતા તેમજ આરોપી ગોપાજી ગાંધી પ્રજાપતિ હાજર નહી મળી આવતા બંને વિરૂદ્ધ માળીયા મીયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.