ક્રાઇમ બ્રાંચ અને પેરોલ ફર્લો સ્કવોડના દરોડામાં દારૂની ૨૨ નંગ બોટલ મળી આવી
મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીને આધારે મોરબી હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ નજીક નાગરાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં દરોડો પાડતા વિદેશી દારૂની ૨૨ બોટલ સાથે એક શખ્સની અટક કરવામાં આવી હતી. જ્યારે વિદેશી દારૂના કાળા કારોબારના મુખ્ય સૂત્રધાર ટ્રાન્સપોર્ટ ઓફિસના માલિક અને તેનો ભાગીદાર દરોડા દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ટીમ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના એ એસ આઇ જીજ્ઞાબેન સહિતનાને બાતમી મળેલ કે મોરબી હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ નજીક રોડ ઉપર પરિશ્રમ ચેમ્બરમાં હળવદ તાલુકાના શિવપુર ગામના ખુમાનસિંહ ઉર્ફે ડીકે ની નાગરાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા ઉતારી દારૂનો કાળો કારોબાર હાલ ચાલુ હોવાની સચોટ હકીકત મળતા તુરંત સ્ટાફ સાથે ઉપરોક્ત પરિશ્રમ ચેમ્બરના પહેલા માળે આવેલ ૭ નં ની દુકાનમાં નાગરાજ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં દરોડો પાડતા ઓફિસની વચ્ચે પાર્ટેશનની અંદરની બાજુ વિદેશી દારૂની ૮ પીએમ વ્હીસ્કીની ૨૨ નંગ બોટલ મળી આવી હતી. જ્યારે ઓફિસમાં હાજર આરોપી રવિભાઈ મોહનભાઇ ગોસ્વામી ઉવ.૨૯ રહે શીવપુર તા. હળવદ કે જે દારૂની બોટલ વેચી કમિશન લેતો હોય તેની ધરપકડ કરવામાં આવી છે.
દરોડા દરમિયાન નાગરાજ ટ્રાન્સપોર્ટ ઓફિસ માલિક અને મુખ્ય આરોપી ખુમાનસિંહ ઉર્ફે ડીકે ભૂપતસિંહ ડાભી રહે. શીવપૂર તા.હળવદ તથા તેનો ભાગીદાર ચિરાગ પટેલ રહે. મોરબીવાળો હાજર મળી ન આવતા તે બંને આરોપીઓને ફરાર દર્શાવી તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પકડાયેલ એક આરોપી તથા ફરાર બે આરોપી સહિત ત્રણેય આરોપીઓ સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.