રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ પ્રોહીબીશન, નશીલા માદક પદાર્થનું ચોરીછુપીથી વેચાણ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદાકિય કાર્યવાહી કરવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આર્યુવૈદિક નશીલી માનવ સ્વાસ્થ્યને હાનિકર્તા સીરપની બોટલનો મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ રાણેકપર રોડ, સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ કાનજીભાઇ ચૌહાણ તેના રહેણાંક મકાને ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર, બિલ વગર આર્યુવૈદીક નશીલી સિરપની બોટલો વેચાણ કરવાના ઇરાદે રાખેલ છે જે મળેલ હકિકતનાં આધારે રેઇડ કરતા મજકૂરના રહેણાંક મકાનેથી STONE HEAL AYURVEDIC PROPRIETARY MEDICINE કંપનીની ૧૧૧ શીલબંધ બોટલોનો રૂ.૧૬,૬૫૦/-નો મુદામાલ મળી આવતા જે શક પકતી મિલ્કત તરીકે તરીકે સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરી જાણવા જોગ રજીસ્ટર નોંધ કરાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.