વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હિય તે દરમિયાન વતમી મળી જે, એક શખ્સ હાથમાં બેગ લઈને વિદેશી દારૂની હેરાફેરી કરે છે, જેથી તુરંત સીટી પોલીસે બાતમી મુજબની જગ્યાએ તપાસ કરતા જ્યાં બેગ લઈને જઈ રહેલ શખ્સને રોકી તેનું બેગની તલાસી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની ૭ બોટલ કિ.રૂ.૮૯૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી વનરાજસિંહ સબળસિંહ નકુમ ઉવ-૪૨ રહે-રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા વાંકાનેર વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









